મીથુન ચક્રવતીની છોકરી સુંદરતામાં હોલિવૂડની હિરોઈનોને પણ ટક્કર આપે છે,ટૂંક સમયમાંજ કરશે ફિલ્મોમાં ડેબ્યું.

Boliwood Uncategorized

 

જ્યારે પણ ડિસ્કો ડાન્સર ગીત વાગે ત્યારે લોકોના મગજમાં પહેલા મીથુન ચક્રવતીનું નામ આવે છે. ભાગ્યેજ કોઈ એવો શખ્સ હશે કે જે મીથુન ચક્રવકીને ન ઓળખતો હોય. તેના વિશે કોઈ પ્રકારની માહિતી પણ આપવાની જરૂર નથી. આજે પણ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મીથુન ચક્રવતીની ફિલ્મો જોતા હોય છે. જેથી આજે પણ તેની ફેન ફોલોવીંગ તેટલીજ છે જેટલી પહેલા હતી.

પોતાની દમદાર એક્ટિંગને કારણે મિથુન ચક્રવતીએ બોલીવૂડમાં પોતાની આગવી જગ્યા બનાવી હતી. જોકે આજે પણ મિથુન ક્યારેક ક્યારેક ફિલ્મોમાં જોવા મળે છે. તેઓ એક સારા ડાન્સર પણ છે. બોલીવૂડ સ્ટાર્સના સંતાનો હંમેશા તેમના કરતા બે કદમ આગળ નીકળતા હોય છે. ત્યારે આજે અમે વાત કરવા જઈ રહ્યા છે. મિથુંનની છોકરી દિશાની ચક્રવતી વિશે.

દિશાની ચક્રવતીની સુંદરતા તસ્વીરોમાં આપ જોઈ શકો છો. તેના પિતાની લાડકી દિશાની હોલીવૂડની હિરોઈનોને પણ ટક્કર આપે તેવી તેની સુંદરતા છે. તેને સોશિયલ મીડિયાનો ગાંડો શોખ છે. જેના કારણે તે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા એક્ટિવ રહેતી હોય છે.

દિશાની ઈન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેના હોટ અને બોલ્ડ ફોટો અપલોડ કરતી હોય છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીથી અભ્યાસ કર્યો છે. એક્ટિંગમાં તેણે અભ્યાસ કર્યો છે. જેથી તે ગમે તે સમયે ફિલ્મોમાં આવી શકે છે. સાથેજ લોકો પણ રાહ જોઈને બેઠા છે. કે તે જલ્દીથી ફિલ્મોમાં આવે.

ખાસ કરીને દિશાની તેના મિત્રો સાથે વધારે સમય પસાર કરતી હોય છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ ઘણા ફોટા અપલોડ કર્યા છે. જેમા તે તેના ફ્રેન્ડ સર્કલ સાથે વધારે દેખાતી હોય છે. જેથી તેને મિત્રો સાથે ટાઈમ પસાર કરવો વધારે ગમે તે ચોક્કસથી કહી શકાય. જોકે તે તેના પિતા સાથે પણ ઘણી વખત ફોટો અપલોડ કરતી હોય છે.

દિશાની ભાઈ બહેનોમાં સૌથી નાની છે. જેથી તે પરિવારમાં પણ સૌની લાડકી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તે હંમેશા એક્ટિવ રહેતી હોય છે. જેથી તેના ફોલવર્સ પણ વધતા જઈ રહ્યા છે. દિશાનીને જાનવારો સાથે ઘણો પ્રેમ છે. કારણકે તે અનવાર જાનવરો સાથે પણ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અપલોડ કરતી હોય છે. જોકે તે ફિલ્મોમાં ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *