રવિન્દ્ર જાડેજાનું ઘર રાજમેહલ કરતા ઓછુ નથી, રાજાઓના ઘર જેવી છે તેમના ઘરની બનાવટ,તસ્વીરો જોઈને તમે પણ ચોંકી જશો. 

Sport

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર રવીન્દ્ર સિંહ જાડેજાએ પોતાની આવડતને કારણે ટીમમાં પોતાનું આગવી ઓળખ બનાવી છે. તે ઓલરાઉન્ડર છે જેના કારણે તેઓ મેચના છેલ્લા સમયે પણ આખી મેચનું વાતાવરણ પલ્ટી કાઢે છે. જાડેજાના ફેન્સ તેને મેદાનમાં જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે.

જાડેજા ગુજરાતના જામનગરના રહેવાસી છે. જ્યા તેઓ ઘણા પ્રસિદ્ધ છે. જામનગરમાં તેઓ જ્યા રહે છે. તે બંગલો ઘણો પ્રસિદ્ધ છે. તેમના ઘરની દરેક વસ્તુઓ પણ ઘણી પ્રખ્યાત છે. ત્યારે આજે અમે તમને તેમના ઘર વીશે થોડીક માહિતી આપીશું

જે રીતે જાડેજા બેટીંગ કરીને લોકોનું દીલ જીતી લેતા હોય છે. તેજ રીતે તેમનું ચાર માળનું ઘર કોઈ પણ જુએ તો તે એટલાજ ખુશ થતા હોય છે. તેમના ઘરમાં બધીજ વસ્તુઓ તેમણે રાજમહેલ જેવી રાખી છે. ઘરમાં તેમણે મોટા મોટા દરવાજા રાખ્યા છે. સાથેજ તેમણે ઘરનું ફર્નીચર પણ તેમણે રાજા મહારાજા જેવું બનાવડાવ્યું છે.

તેઓ તેમની પત્ની રીવાબા સાથે ઘરમાં રહે છે. જોકે તેઓ ઘરને તેમણે ઘણી સીંપલ રીતે શણગાર્યું છે. તેમ છચા તેમનો ઘરનો લુક ઘણો રોયલ છે. તેમના ઘરમાં ખાસ કરીને લાકડાનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે પોતાના ઘરને સુંદર બનાવા માટે ઘરમાં એક એક ચઢીયાતા મોંઘા શો પીશ લગાવેલા છે. જેના કારણે ઘરની સજાવટ પણ ખુબજ સુંદર લાગતી હોય છે. ખાસ કરીને તેમના ઘરનું ફર્નીચર એવું છે કે તમે રાજમહેલમાં ફરતા હોય તેવુંજ લાગે.

સોશિયલ મીડિયામાં તેઓ ઘણી વખત તેમના ઘરની તસ્વીરો શેર કરતા હોયછે. ઘરના દરેક ખૂણાને તેમણે ઘમી સારી રીતે સજાવીને રાખ્યો છે. જેના કારમે ઘરનો લૂક પણ એકદમ જોરદાર પડતો હોય છે. તસ્વીરોમાં જોઈને તો તમને એવુંજ લાગશે કે તેઓ જાણે કોઈ રાજમેહલમાં રહી રહ્યા હોય.

ઘરના લીવીંગ રૂમમાં એક આરામદાયક સોફો રાખવામાં આવ્યો છે. જ્યા તેઓ આરામ ફરમાવતા હોય છે. ઘરમાં એક મોટો ડાયનીંગ એરિયા પણ રાખવામાં આવ્યો છે. જે એક શાહિ મહેલ જેવો લાગે છે. જોકે જાડેજા પાસે આ ઘર સિવાય એક ફાર્મ હાઉસ પણ છે જે ફાર્મ હાઉસનું નામ તેણે જડ્ડુ ફાર્મ હાઉસ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે ફાર્મ હાઉસમાં જાડેજા તેના પરિવાર સાથે સમય વિતાવા જતો હોય છે. જેની તસ્વીરો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસ્વીરોમાં આપ જોઈ શકો છો. કે રવિન્દ્ર જાડેજાને હોર્સ રાઈડીંગનો પણ ઘણો શોખ છે. જેથી તેણે પોતાના ફાર્મ હાઉસમાં ઘોડા પાળીને રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *