રોહિત શેટ્ટી એક સમયે આ હિરોઈનની સાડી ઈસ્ત્રી કરતો હતો,જાણો કેવી રીતે બદલાયું તેનું નસીબ

Boliwood Uncategorized

બોલીવૂડમાં હિરો કે ડાયરેક્ટર બનવા માટે લોકો ભારે મહેનત કરતા હોય છે. મોટા ભાગના લોકોની જીંગદી નીકળી જાય છે. પરંતુ તેમને ફિલ્મમાં કામ નથી મળતું. દરેક હિરો અને ડાયરેક્ટર ભારે સ્ટ્રગલીંગ કરીને આગળા આવતા હોય છે. આજે અમે તમને એવાજ એક ડાયરેક્ટર વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. કે જેણે ફિલ્મો બનાઈ તે પહેલા તેણે ઘણો સ્ટ્રગલ કર્યો હતો.

અમે વાત કરી રહ્યા છે પ્રખ્યાત ડાયરેક્ટર રોહિતશેટ્ટી વીશે. જેણે સીંઘમ, ગોલમાલ, અને દીલવાલે જેવી હિટ ફિલ્મો બનાવી છે. રોહિત શેટ્ટીએ જાતેજ કહ્યું કે તે ડાયરેક્ટર બન્યો તે પહેલા તે કાજોલ અને તબ્બુ જેવી હિરોઈનો સાથે સ્પોટ બોય તરીકે કામ કરતો હતો.

ગોલમાલ અને સિઘંમ જેવી ફિલ્મો બનાવી રોહિત શેટ્ટીને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. તેની ફિલ્મો ખાસ કરીને એકશન અને કોમેડી ફિલ્મો હોય છે. તેની એક પણ ફિલ્મ ફ્લોપ નથી થઈ જેના કારણે આજે તેને એક સફળ ડાયરેક્ટર માનવામાં આવે છે. પરંતુ ઘણા ઓછો લોકોને ખબર છે કે સફળ ડાયરેક્ટર બનતા પહેલા તેણે ઘણી મહેનત કરી છે. જેમા તે પહેલા એક સ્પોટ બોટ તરીકે કામ કરતો હતો.

એક રિયાલીટી શોમાં રોહિત શેટ્ટીએ એ વાતનો ખુલાસો કર્યો કે 1995માં અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ આવી હતી હકીકત જે ફિલ્મમાં તે સ્પોટબોય તરીકે કામ કરતો હતો. વાત માત્ર આટલેથી પૂરી નથી થતી કારણકે તેણે એવું પણ કહ્યું તે સમયે તે તબ્બુની સાડીઓ ઈસ્ત્રી કરતો હતો. જોકે આજે તે તબ્બુને પોતાની ફિલ્મોમાં સાઈન કરે છે. તેટલી તેણે સફળતા હાંસલ કરી છે.

કાજોલ અને શાહરૂખ સાથે પણ તેણે દિલવાલે જેવી ફિલ્મ બનાવી છે. જેમા તેણે એવું કહ્યું કે તેણે કાજોલ સાથે પણ સ્પોટબોય તરીકે કામ કર્યું હતું. જેમા તેણે કાજોલનો મેકઅપ પણ કર્યો છે. સાથેજ તેણે તેના વાળ પણ સેટ કર્યા છે. તેવું તેણે બધાની સામે કહ્યું હતું. તેણે વધુંમાં કહ્યું કે તેણે રાજુ ચાચા જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટી તેની ફિલ્મ સૂર્યવંશી ટૂંક સમયમાં હવે રિલીઝ કરવાના છે. આ ફિલ્મ ગત વર્ષે માર્ચમાંજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ ન થઈ શકી. ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કેફ લાંબા સમય બાદ એકબીજા સાથે જોવા મળશે. સાથેજ આ ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ જોવા મળશે. જેથી દર્શકો પણ છેલ્લા કેટલાય સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *