રોહિત શર્માનું ઘર બિલકુલ ફાઈવ સ્ટાર હોટેલ જેવુજ છે,ઘરની અંદરની તસ્વીરો જોઈને તમે પણ ચોંકી જશો…

Sport

આજના સમયમાં ઘર ખરીદવું એક સામાન્ય માણસ માટે તો સપનું થઈ ગયું છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું ઘર એકદમ સારુ હોય જ્યા બધીજ સુખ સુવીધાના વસ્તુઓ રાખવામાં આવે. બોલીવૂડના સ્ટાર્સની વાત કરીએ તો ખાસ કરીને અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનું ઘર ખરેખરમાં જોવા જેવું છે. કારણકે તેમના ઘરમાં બધાજ પ્રકારની સુખ સુવીધાઓ આપણાને જોવા મળે છે. પરંતુ આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન વીશે.

ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ રીતિકા રાજદેહ સાથે લગ્ન કર્યા છે. તેમણે લગ્ન કર્યા તે પહેલાજ તેમના માટે ઘર ખરીદી લીધું હતું. સાથેજ તેમણે તેમની પત્ની સાથે મળીને આખા ઘરનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે આજે અમે તમને રોહિત શર્માના ઘર વીશે અમુક એવી માહિતીઓ જણાવા જઈ રહ્યા છે. જેના વિશે તમે ભાગ્યેજ સાભળ્યું હશે.

રોહિત શર્માએ 2015ની સાલમાં ઘર ખરીદ્યુ હતું. ઘરમાં રહેવા આવ્યો તે પહેલા તે બોરીવલીમાં રહેતો હતો. રીતિકા સાથે સગાઈ થઈ ત્યારબાદ તેણે ઘર ખરીદવાનું નક્કી કર્યું હતું. તેનું ઘર 5700 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. તેના ચાર બીએચકે વાળા ફ્લેટમાં બધાજ પ્રકારની સુવીધાઓ ઉપલબ્ધ છે. જે સામાન્ય માણસને જોઈતી હોય છે.

સિંગાપુરની પ્રખ્યાત ઈન્ટીરિયર ડિઝાઈનર કંપની પાલમર એન્ડ ટર્નર આર્કિટેક્ચર દ્વારા તેના ઘરનું ઈન્ટિરીયર કરવામાં આવ્યું છે. તેના ઘરનું ફીનીશીંગ જોશો તો તમારી પણ આંખો પહોળી થઈ જશે. ઘરનો દરેક ખૂણો તેણે પોતાની પસંદ પ્રમાણે તૈયાર કરાવ્યો છે. દરેક જગ્યાએ તમે ડિઝાઈન જોશો તો તમે પણ ખુશ થઈ જશો.

તસ્વીરોમાં આપ જોઈ શકો છો કો તેનું ઘર કેટલું શાનદાર છે. રોહિતના ઘરમાં લિવીંગ રૂમનો એરિયા પણ 750 સ્કેવર ફુટ જેટલો છો. જેના કારણે તેના ઘરની એટ્રેકશન વધી જાય છે. સાથેજ ઘરની બાલ્કનીમાં આવેલી દિવાલો પર પણ ગ્લાસનો ઉપયોગ કરવામાં આય છે. તેની ઘરની બાલ્કનીથી 270 ડિગ્રીનો વ્યૂ મળે છે. સાથેજ તેના ઘરની બાલ્કનીથી બાદ્રા-વર્લી લિંક પણ દેખાય છે.

બંને જણા લગ્ન પછીથી આ ઘરમાં રહેવા માટે આવ્યા હતા. સગાઈ પછી તેમણે આ ઘર ખરીદ્યુ હતું. આ ઘરનો બેડરૂમ પણ ફાઈવ સ્ટાર હોટલ જેવાજ છે. બેડરૂમમાંથી આખી સીટીનો વ્યુ જોઈ શકાય છે. રોહિત શર્માએ તેના બેડરૂમના બાથરૂમમાં પણ ઈમ્પોર્ટેડ માર્બલનો ઉપયોગ કર્યો છે. જે માર્બલ વુડવર્કના કોમ્બિનેશન સાથે જોવા મળે છે.

રોહિત શર્માએ તેના ઘરનું બાથરૂમ અને રસોડું પણ ઘણુંજ સુંદર બનાવડાવ્યું છે. રસોડામાં બધાજ પ્રકારની સુખ સુવીધાઓ રાખવામાં આવી છે. સાથેજ ડાયનીંગ એરિયા પણ રસોડા પાસેજ છે. પરંતુ તેને લીવીંગ રૂમથી દૂર રાખવામાં આવ્યો છે. સાથેજ બાથરૂમમાં પણ બધાજ પ્રકારની સુવીધાઓ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *