હેમા માલિનીને કીસ કરવા માગતા હતા ફિરોઝ ખાન,પરંતુ થયું કંઇક એવું હતુ કે અધુરી રહી ગઈ હતી ઈચ્છા…

Boliwood

બોલીવૂડમાં હેમામાલીનીએ અત્યાર સુધીમાં ક્યારેય પણ હોટ સીન નથી આપ્યા. માત્ર ધર્મેન્દ્ર એક એવા એક્ટર હતા. જેના સાથે હેમા માલિનીએ રોમેન્ટીક સીન આપ્યા હતા. તેની ઓળખ કઈક એવી હતી કે ડાયરેકટર પહેલાથી તેના સાથે થોડુંક અંતર રાખવા માટે કહી દેતા હતા.

જોકે એ સમય એવો પણ હતો હેમા માલિની ફિરોજ ખાન સાથે અમુક સીન કરવા તૈયાર હતી પરંતુ તે સમયે એક બીજી સમસ્યા ઉભી થઈ ગઈ હતી. હેમા માલીનીની ફિલ્મમાં બધાજ કો સ્ટાર તેમને હેમાજી કહીને બોલાવતા હતા. ઈન્ડસ્ટ્રીમાં માત્ર ફિરોઝ ખાન એવા હતા કે જે તેમને બેબી કહીને બોલાવતા હતા.

હેમા માલિનીને ધર્માત્મા ફિલ્મથી તેઓ બેબી કહતા હતા. આ શબ્દો સાંભળીને તેમની માતા જયા ચક્રવતી પણ હેરાન થઈ ગઈ હતી. હેમા માલિનીની માતાએ આ વાતે વિરોધ વ્યક્ત કર્યો જેથી હેમા માલિનીએ ફિરોઝને આવું કહેવા ના પાડી. હેમા માલિનીને ફિરોજ ખાનનો મજાકીયા અંદાજ ઘણો ગમતો હતો. જેથી તેને તેનાથી કોઈ વાંધો ન હતો.

પરંતુ હેમા માલિનીની માતા ફિલ્મ સમયે ફિરોઝ ખાન માટે માથાનો દુખાવો બની ગઈ હતી. ફિલ્મના એક સીનમાં હેમા માલીની અને ફિરોઝ ખાનને કિસ કરવાના હતા. કારણકે તેની ફિલ્મોમાં કીસીગ સીન તે રાખતાજ હતા. આ મામલે હેમા માલીની પણ તૈયાર થઈ ગઈ હતી. પરંતુ તેની માતાએ સેટ પર સીન કરવાની ના પાડી દીધી.

આ બાબત ફિરોઝ ખાનને જરા પણ ન ગમી તેમણે તેની માતાને સમજાઈ પણ ખરી. પરંતુ તેની માતા પણ જરા પણ ન માની જેથી ફિરોઝ ખાને આ સીનને ફિલ્મમાંથી કાઢી નાખ્યો

બાદમાં શૂટિંગ સમયે પણ હેમા માલિનીની માતા તેના પર કડક નજર રાખતી હતી. ફિરોઝ ખાન સાથેની મિત્રતા પણ તેને જરા પણ પસંદ ન હતી. સાથેજ ફિરોઝ ખાનને પણ સેટ પર તેની માતા ઘણી ખટકતી હતી. જોકે તેમ છતા પણ ફિરોધ ખાને હેમા સાથે બોલ્ડ સીન કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ફિરોઝ ખાને ધર્માત્મા ફિલ્મમાં હેમા માલિનીને ઘણી સ્ટાઈલીશ લુકમાં રાખી હતી. જેના કારણે તે ઘણી સુંદર લાગતી હતી. જેથી આજે પણ ધર્માત્મા ફિલ્મને હેમા માલિનીના કરિયરની સૌથી હિટ ફિલ્મ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *