શોલે ફિલ્મમાં સાંભાનો રોલ કરનાર મેક મોહનનો પરિવાર છે આવો ,હવે આ કામ કરીને પસાર કરે છે જીવન……

Boliwood

બોલીવૂડમાં અમુક એક્ટરો એવા હોય છે કે જે પોતાના નામ અને એક્ટિંગને લઈને પોતાની આગવી ઓળખ ઉભી કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવાજ એક્ટર વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે. શોલે ફિલ્મના સાભા વીશે. જેનું અસલી નામ મેક મોહન છે. તેણે બોલીવૂડમાં એવી ઓળક ઉભી કરી કે આજે તેને બધાજ લોકો સાભા તરીકે ઓળખે છે.

મેકમોહન દુનિયા છોડીને જતા રહ્યા છે. ફેફસના કેંસરને કારણે 2010માંજ તેમનું મોત થઈ ગયું હતું. પરંતુ અમે આજે તેમના પરિવાર વિશે તમને માહિતી આપવા જઈ રહ્યા છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે મેક મોહનનું અસલી નામ મોહન મક્કનિ હતું . 1938માં તેમનો જન્મ થયો હતો. અને તેના પિતા બ્રિટીશ આર્મીમાં કર્નલ હતા.

તેમણે પોતાનું ભણતર લખનઉથી કર્યું હતું. નાનપણમાં તેમને ક્રિકેટર બનવાની ઈચ્ચા હતી. જેથી તેઓ મુંબઈમાં આવ્યા હતા. જોકે ક્રિકેટ છોડીને તેઓ એક્ટર બની ગયા. 1964માં તેમણે ફિલ્મ હકિકત દ્વાપા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેમનું ફિલ્મી કરિયર 46 વર્ષ લાંબુ ચાલ્યું હતું જેમા તેમણે કુલ 175 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું

શોલે ફિલ્મથી તેમને આગવી ઓળખ મળી પરંતુ આજે તેઓ આપમી વચ્ચે નથી રહ્યા. 1986માં તેંમણે લગ્ન કર્યા હતા. હાલ તેમની ત્રણ સંતાન છે. જેમા બે પુત્રીઓ છે અને એક પુત્ર છે. બંને દિકરીઓના નામ તેમણે મંજરી અને વિનતી રાખ્યું છે. જ્યારે તેમના પુત્રનું નામ તેમણે વિક્રાંત રાખ્યું છે.

તેમની મોટી દિકરી મંજરી રાઈટર , ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેણે ધ લાસ્ટ માર્બલ અને ધ કોર્નર ટેબલ જેવી ફિલ્મો બનાવી છે. હાલ તે પરિણીત છે અને તેનો પતિ પણ બિઝનેસ કરે છે. તે તેના પતિ સાથે કેલિફોર્નિયામાં રહે છે. જોકે તે મુંબઈમાં પણ આવતી જતી રહે છે.

લગ્ન પછી પણ મંજરી તેના ભાઈ બહેનનું ધ્યાન રાખે છે. તેની બહેન વિનતી પણ એક્ટર પ્રોડ્યુસર અને સ્કીનરઈટર છે. માઈ નેમ ઈઝ ખાન ફિલ્મમાં તે આર્ટ ડિપાર્ટમેન્ટમાં શામેલ હતી. સોશિયલ મીડિયાપર તે ઘણી એક્ટિવ રહેતી હોય છે. સાથેજ તેના પરિવાર સાથે તે ઘણી વખત સોશિય મિડિયા પર તેના ફોટા શેર કરતી હોય છે.

મેક મોહનના પુત્ર વિક્રાંત પણ મંજરીની ફિલ્મ ધ લાસ્ટ માર્બલમાં જોવા મળ્યો હતો. તે સોશિયલ મીડિયા પર ઘણી વખત તેની સાથે ફોટા અપલોડ કરે છે. જેમા જોવા મળે છે. તે તેના ભાઈને કેટલો પ્રેમ કરે છે. તે સિવાય પણ એક ખાસ વાત એ છે કે રવીના ટંડન પણ મેક મોહનની ભાણી થાય છે. એટલે કે મેક મોહન સંબંઘમાં રવીના ટંડનના સગા મામા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *