આ અંગ પર તલવાળી મહિલાઓ હોય છે ખૂબ રોમેન્ટીક, કમર પર તલ હોય તેવી સ્ત્રીઓને લાંબા સમય સુધી

0

શાસ્ત્રમાં માનવ શરીર પર રહેલા તલ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. શરીરના અલગ- અલગ અંગો પર રહેલા તલથી માણસના સ્વભાવ વિશે જાણે શકાય છે એટલું જ નહીં શરીર પર ક્યાં અંગ પર તલ છે તે જોઈને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. જે વ્યક્તિની કમર પર તલ હોય છે તે વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ હોય છે. સમુદ્રિક શાસ્ત્ર મુજબ કમર પર તલ હોય તેવા વ્યક્તિઓેને જીંદગીભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પુરૂષોની કમર પર તલ હોવાનો મતલબ

જે પરૂષની કમર પર તલ હોય તે પોતાના પરિવારની સાથે વધુ સમય વિતાવે છે. જે પુરૂષની કમર પર તલ હોય છે તેવા પુરૂષો પારીવારીક હોય છે. સમુદ્રિક શાસ્ત્ર મુજબ જે વ્યક્તિને કમરની ડાબી તરફ તલ હોય છે તે હંમેશા તેના પરિવારના કોઈના કોઈ સભ્યની તબિયેતને લઈને ચિંતામાં રહેતો હોય છે.

સ્ત્રી કમર પર તલ હોવાનો મતલબ

જે સ્ત્રીની કમર પર તલ હોય છે તે ખૂબ રોમેન્ટીક હોય છે તેવું માનવામાં આવે છે કે આ સ્ત્રી પાસે રૂપિયાની કમી હોતી નથી. આ સ્ત્રી દિલ ખોલીને ખર્ચ પણ કરે છે. જે સ્ત્રીની કમર પર તલ હોય તેવી સ્ત્રીઓને લાંબા સમય સુધી અભ્યાસ કરવાની તક મળે છે.

સ્ત્રીના માથા પર તલનો મતલબ

જે સ્ત્રીના માથા પર તલ હોય છે તે સ્ત્રી આત્મવિશ્વાસુ હોય છે. આવી સ્ત્રી પોતાની સફળતા માટે તેનો રસ્તો જાતે જ બનાવે છે. આ સ્ત્રીને આગળ વધારવામાં તે સ્ત્રીના પરીવારના કોઈ સભ્યોનો હાથ હોતો નથી. આ સ્ત્રી પોતાની રીતે સફળતા પ્રાપ્ત કરે છે.

આંખની ડાબી કે જમણી બાજુએ તલનો મતલબ

જે સ્ત્રીની આંખની ડાબી કે જમણી બાજુએ તલ હોય તેવી મહિલાઓ ખૂબ શાંત અને બુદ્ધીમાન હોય છે. આવી સ્ત્રી પર તેની આસપાસના લોકો પણ ખૂબ વિશ્વાસ કરતા હોય છે. આવી સ્ત્રી પાસે ક્યારેય રૂપિયાની કમી હોતી નથી અને લગ્ન પણ એવા અમીર વ્યક્તિ સાથે જ થાય છે. આ સ્ત્રીઓને દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે છે પછી તે નોકરી હોય કે વેપાર.

Leave A Reply