કોંગ્રેસની કમાન હાર્દિકના હાથમાં? કોંગ્રેસના દિગ્ગજો સાથે હાર્દિકની મુલાકાતથી અટકળો તેજ

0

હાઈકોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી આપ્યા પછી તેણે રાજસ્થાનથી પોતાના પ્રવાસની શરૂઆત કરી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલે રાજસ્થાનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સાથે મુલાકાત  કરી હતી.

તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ગુજરાતની એક પણ જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી શકી નથી. એટલું જ નહીં, તાલુકા અને નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આવી જ હાલત કોર્પોરેશનોમાં પણ કોંગ્રેસની થઈ ગઈ છે. આ વચ્ચે હાર્દિકે આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાનો બળાપો કાઢતાં કહ્યું હતું કે પક્ષ તરફથી મને કોઈ કામ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, આ ઉપરાંત હાર્દિક પટેલે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી. અશોક ગેહલોત સાથેની મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસમાં ગેહલોતની એન્ટ્રીની વાત વચ્ચે હાર્દિકની ગેહલોત સાથે મુલાકાત થઈ હોવાથી તેને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય બહાર જવાની હાર્દિક પટેલને પરવાનગી આપવામાં આવી છે. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટના શરણે ગયા હતા.

હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.

Leave A Reply