તારક મહેતાની બબીતાએ જણાવી આવી વાત કહ્યું: તેણે મારા પેન્ટમાં હાથ નાખ્યો

0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી મુનમુન દત્તાએ વર્ષો પહેલા તેની સાથે ઘટેલી ખૌફનાક ઘટનાને યાદ કરતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. #MeToo મૂવમેન્ટના પગલે તેણે પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનની વાત સમાજ સામે રજુ કરી હતી હતી.

મશહૂર ટીવી અભિનેત્રી મુનમુન દત્તા અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુને વર્ષ 2017માં પોતાની સાથે થયેલી શારીરિક શોષણની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે 25 ઓક્ટોબરના રોજ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ દર્દ જણાવ્યું હતું.

મુનમુન દત્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ પ્રકારની પોસ્ટ શેર કરવી અને મહિલાઓ પર થયેલા યૌન ઉત્પીડનને લઈને થઈ રહેલા આ વૈશ્વિક જાગૃતતામાં સામેલ થવું અને તે મહિલાઓનું એકજૂથ દેખાવું કે જેઓ આ ઉત્પીડનમાંથી પસાર થઈ હોય, તે સમસ્યાની ભયાનકતા દર્શાવે છે.

મુનમુને આગળ લખ્યું કે ‘હું સ્તબ્ધ છું કેટલાક ‘સારા’ પુરુષો તે મહિલાઓની સંખ્યા જોઈને સ્તબ્ધ છે, જેમણે જાહેરમાં આવીને પોતાના #metoo અનુભવોને શેર કર્યા છે. આ તમારા જ ઘરમા, તમારી બહેન, દીકરી, માતા, પત્ની એક એટલે સુધી કે તમારી નોકરાણી સાથે થઈ રહ્યું છે, તેમનો ભરોસો પ્રાપ્ત કરો અને તેમને પૂછો. તમે તેમના જવાબો જાણીને સ્તબ્ધ થશો. તમે તેમની કહાનીઓથી આશ્ચર્યચકિત થશો.’

મુનમુને આગળ લખ્યું છે કે આવું કઈંક લખતા મારી આંખોમાં આંસુ આવી જાય છે. હું જ્યારે નાની હતી ત્યારે હું પાડોશના અંકલ અને તેમની ઘૂરતી આંખોથી ડરતી હતી, જે ક્યારેક તક જોઈને મને જોતી હતી અને જાણે મને ધમકાવતી હતી કે આ વાત કોઈને કહેવી નહીં કે મારો મોટો પિતરાઈ ભાઈ જે મને તેની દીકરીની જેમ જોતો નહતો કે તે માણસ જેણે મને હોસ્પિટલમાં પેદા થતી જોઈ હતી અને ત્યારબાદ 13 વર્ષ પછી તેને લાગ્યું કે તે હવે મારા શરીરના અંગોને સ્પર્શી શકે છે કારણ કે મારા શરીરમાં ફેરફાર થઈ રહ્યા હતા.

મારા ટ્યૂશન ટીચર કે જેણે મારા અન્ડરપેન્ટમાં હાથ નાખ્યો હતો કે પછી બીજા ટીચર જેને મે રાખડી બાંધી હતી. જે છોકરીઓને ક્લાસમાં વઢવા માટે બ્રાની સ્ટ્રીપ ખેંચતા હતા અને તેમના સ્તન પર થપ્પડ મારતા હતા કે પછી તે ટ્રેન સ્ટેશનનો માણસ જે આમ જ સ્પર્શી લે છે, કેમ? કારણ કે તમે ખુબ નાના હોવ છો અને આ બધુ બતાવતા ડરો છો.

તમે એટલા ડરેલા હોવ છો કે તમને મહેસૂસ થાય છે કે તમારા પેટમાં મરોડ ઉઠે છે, તમારો દમ ઘૂંટવા લાગે છે. પરંતુ તમને ખબર નથી હોતી કે તમે કેવી રીતે આ વસ્તુને તમારા માતા પિતા સામે રજુ કરો કે પછી આ અંગે કોઈને પણ એક શબ્દ કહેવામાં શરમ આવશે અને પછી તમારી અંદર પુરુષો માટે નફરત થવા લાગે છે. કારણ કે આ જ લોકો દોષિત હોય છે જે તમને આ પ્રકારે મહેસૂસ કરવા માટે મજબૂર કરે છે. (

Leave A Reply