બેકાબુ કોરોનાનો હાહાકાર: રાજ્યમાં સોમવારથી ધોરણ 1 થી 9 તમામ શાળાઓ બંધ,

0

રાજ્યમાં કોરોના કાબૂ બહાર જતો રહ્યો છે. અને કોરોનાની બીજી લહેરમાં 2600 થી ઉપર દૈનિક કેસો જતાં રહ્યા છે. તેવામાં વધી રહેલાં સંક્રમણને લઈ રાજ્યની રૂપાણી સરકારે સ્કૂલોને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધોરણ 1થી 9 સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે. 5 એપ્રિલથી અનિશ્ચિત મુદત સુધી રાજ્યમાં શાળાઓ બંધ રહેશે.

Gujarat માં કોરોનાના કેસ વધતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ કાર્યને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડા સમય અગાઉ રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યા હતો. અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલું પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં રાજયની સંખ્યાબંધ શાળાઓમાં વિધાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થતાં સરકાર અને વાલીઓની ચિંતામાં વધારો થયો હતો.

એક સપ્તાહથી વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલવાના બંધ કર્યા હતા. તો કેટલાક કિસ્સામાં શિક્ષકો ખુદ બાળકોને સલામતી માટે ઘરે રહેવા મૌખિક સુચના આપી રહ્યા હતા.

ચોમેરથી શાળાઓ બંધ કરવાની ઉઠી રહેલી માંગ વચ્ચે આજે રાજ્ય સરકારે ધોરણ -1થી 9ની સરકારી તેમજ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

Leave A Reply