માનવતાની મહેંક: 14 લાખ રૂપિયા ભરેલી બેગ 4 દિવસ સુધી જીવની જેમ સાચવીને મૂળ માલિકને પરત કરી

0

અમદાવાદનો બોડકદેવનો પરિવાર સંબંધીનું નિધન થતા ઉતાવળમાં પૈસા ભરેલી બેગ લેવાનું ભૂલી ગયો. સોસાયટીના ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ 4 દિવસ સુધી સાચવીને રાખી.

આજના સમયમાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા પણ અચકાતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ઈમાનદારીની મિશાલનો એક મામલો સામે આવ્યો છે. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ એત પરિવાર ભૂલી જતા ચોકીદારે મૂળ માલિકને રકમ સાથેની આ બેગ પરત કરી હતી.

બોડકદેવના શ્યામ વિહાર એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સંબંધીનું અવસાન થયું હતું. જેથી પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સંબંધીના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મુકવાનું જ ભૂલી ગયો. અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. જોકે બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈને તે મામલે લાગતા તપાસ કરતા બેગ મળી નહોતી. આખરે થાકીને સોસાયટીના ચોકીદારને ફોન કરીને પૂછતા ચોકીદાર શંકરે બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.

બાદમાં પરિવારે ચોકીદારને 1500 રૂપિયા ઈનામમાં આપીને તેનું સન્માન પણ કર્યું હતું.

Leave A Reply