લોહીથી લખ્યું- I LOVE YOU નિખિલ: 18 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

0

મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસે આવેલી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ એલિસબ્રિજ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં યુવતીએ લોહીથી લખ્યું હતું કે. ” I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો હું તમારી લાડકી હતી.” સ્યુસાઇડ નોટ મળી આવતા વિદ્યાર્થિનીએ પ્રેમમાં આત્મહત્યા કરી કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. એલિસબ્રિજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીની પલ્લવી પંડ્યા મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી છે અને એસ.એલ.યુ કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ તે સરકારી મહિલા છાત્રાલય રહે છે. ઓનલાઈન ક્લાસ ચાલતા હોવાથી વિદ્યાર્થીની પોતાના ઘરે હતી. જો કે ચાર દિવસ પહેલા અમદાવાદ હોસ્ટેલમાં આવી હતી. સોમવારે બપોરે હોસ્ટેલના મહિલા સિક્યુરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. આથી તેમણે હોસ્ટેલના અન્ય લોકોને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીની આપઘાત લઈ સ્યૂસાઈડ નોટ કબ્જે કરી હતી. જેમાં નિખિલ નામના યુવક સાથે પ્રેમ પ્રકરણને કારણે આપઘાત કર્યો છે કે આપઘાતનું કોઈ અન્ય કારણ છે જેની એલિસબ્રિજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

નોટ

ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાય તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘર રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહી એટલે પ્લીઝ કઈ બખેડો ના કરતા…પ્લીઝ શાંતિથી મરવા દેજો…પ્લીઝ પ્લીઝ…મારું આખું પરિવાર તમારું ધ્યાન રાખજો અને હજુ ફરીવાર કહું છું કઈ કોઈને દોષ ના દેતા પ્લીઝ…હું મારી મરજીથી મરૂ છું અને ભગવાન મારા માં મેલડી ને એટલું જ કહેવું છે કે માં પ્રેમ કરવો ગુનો છે. કેમ કોઈના મા બાપ કે ફેમિલી વાળા દીકરીને સમજાતું નથી. દીકરીની જાત એ શું કઈ ગુનો કર્યો છે? માં બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી, અને એક મારો ભાઈ ગમે મને. બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહુ જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન. હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલા મરી જાય…સાચી વાત છે હું બહુ વ્હાલી હતી નહીં? ઓકે ચલ બાય અને પ્લીઝ કઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફન વિધિ કરી દેજો..અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવા વાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.

Leave A Reply