સુકવેલા કપડાંની ચોરી પકડવા માટે લગાવ્યા CCTV: પાડોશી શિક્ષક જ નિકળ્યો ચોર, જાણો સંપૂર્ણ વિગત

0

ભુજના લાલટેકરી વિસ્તારમાં રહેતા અનાજના વેપારીએ પોતાના જ પાડોશી સામે ઘરની બહાર સૂકવેલા કપડાં ચોરવાની ફરિયાદ નોંધાવી છે. શહેરનાં ક્લાસિક કોમ્પલેક્ષમાં આ ઘટના બની છે. જોકે, આ કપડાનો ચોર જેવો તેવો નહીં પરંતુ હાઇસ્કૂલના શિક્ષક છે. 55 વર્ષીય કિરીટભાઇ કેશવલાલ શાહે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના જ પડોશીએ છેલ્લા સાત મહિનામાં 90થી વધારે કપડાં ચોર્યા હતા. જેની કિંમત અંદાજે એક લાખની છે.

ફરિયાદી, કિરીટ શાહના જણાવ્યાં પ્રમાણે, છેલ્લા છથી સાત મહિનાથી, અમારા ઘરની બહાર સુકવેલા કપડા ગૂમ થઇ જતા હતા. અમે તેના માટે ખાસ સીસીટીવી કેમેરા લગાવીને, તેમા જોયા બાદ તેમને પકડેલ છે. આ વ્યક્તિએ ઓછામાં ઓછા 90 કપડ, જો આપણે એક કપડું એક હજારથી પંદરસોનું ગણીએ તો પણ એક લાખથી ઉપરના અમારા કપડા થાય છે. આ ચોર જે વી.ડી. હાઇસ્કૂલના પ્રોફેસર છે તેમને સીસીટીવીમાં ઝડપેલ છે. જો શિક્ષક જ આવું વર્તન કરશે તો વિદ્યાર્થીઓને શું શીખવશે?

છેલ્લે તા.22 જાન્યુઆરી 2021ની રાતે 11:40 તથા તા.23 જાન્યુઆરી 2021ના રોજ વહેલી સવારે 5:51 કલાકે કપડાની ચોરી થઇ હતી. જેના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરી કરનાર પડોશી શિક્ષક હોવાનું સામે આવ્યું હતું.

Leave A Reply