પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની કાર સળગાવી અને પછી જાતે…

0

લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂંણ અંજામ તાપીના વ્યારામાં આવ્યો છે, જેમાં પત્નીને અન્ય સાથે રંગરેલિયા મનાવતી જોઇ માઠું લાગી આવતા યુવકે જીવન ટૂંકાવ્યું છે. બીજી તરફ મૃતક યુવકે સુસાઇડ નોટમાં તેની પત્નીના પ્રેમીનું સ્પષ્ટ નામ લખતા પોલીસે આરોપી પ્રેમીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લાના વડા મથક વ્યારામાં એક દુષ્પ્રેરણાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક અને તેની પત્ની વચ્ચે અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધને પગલે વારંવાર ઝઘડો થયા કરતો હતો.  જો કે ગત્ત દિવસોમાં ઝઘડો ઉગ્ર બનતા શિક્ષકે તેના પત્નીના પ્રેમીની કાર સળગાવી દીધી હતી. જે અંગેની ફરિયાદ પોલીસ મથકે થઇ હતી અને પોલીસે પતિ શિક્ષકની અટકાયત કરી જામીન પર મુક્ત કર્યો હતો.

બનાવની વિગત આવી જાણવા મળી રહી છે કે તાપી જિલ્લાના વડા મથક વ્યારામાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકની પત્ની અન્ય યુવક સાથેના આડા સંબંધને પગલે લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતા પતિ પિતાના ઘરે રહેતો હતો. ગત રાત્રી દરમ્યાન તેણે હાથની નસ કાપ્યા બાદ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તે પહેલા મૃતક પતિએ એક સુસાઇડ નોટ પણ લખી હતી.

જેમાં પોલીસના કહેવાનુસાર પત્નીના પ્રેમીનો ઉલ્લેખ હોવાને લઈ મૃતકના પિતાની ફરિયાદ આધારે પોલીસે આરોપી પ્રેમીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધને લઈને શિક્ષક પતિ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલ્યા કરતો હતો. મૃતકના પિતાના કહેવા અનુસાર મૃતક યુવક તેની પત્નીને વારંવાર લગ્નોત્તર સંબંધ તોડી નાખવા સમજાવતો હતો. જો કે તેમ નહી થતા આખરે તેણે અંતિમ પગલું ભરી પોતાનીજ જિંદગીને ટૂંકાવી દીધી હતી. ત્યારે લગ્નોત્તર સંબંધોનો અંજામ કેવો કરુણ હોય છે તે વ્યારાની બનેલ ઘટના પરથી ફલિત થાય છે.

Leave A Reply