દુનિયામાં પહેલી વાર મળ્યો હીરામાં હીરો, સંશોધન કરતા નીકળ્યો આટલા કરોડ વર્ષ જુનો, કિંમત જાણીને ચોકી ઉઠશો…

0

વિશ્વના ઘણા દેશોમાં હીરાની ખાણો છે, જ્યાં નાના-મોટા દરેક પ્રકારના હીરા ઘણા વર્ષોથી કાઢવામાં આવે છે, પરંતુ આવો હીરો ઇતિહાસમાં ક્યારેય મળ્યો નથી. ખરેખર દુનિયામાં આ પહેલીવાર છે જ્યારે હીરાની અંદર કોઈ હીરા મળી આવ્યો છે.

આ હીરા યકુશિયાની ન્યુરબા ખાણમાંથી મળી આવ્યો છે, જે કહેવામાં આવી રહ્યું છે કે તે 80 કરોડ વર્ષથી પણ વધુ જૂનો છે.રશિયાના સાઇબિરીયામાં ખાણકામ કરનારી કંપની એલોરોસા પીજેએસસીના જણાવ્યા અનુસાર આ હીરાનું વજન 0.62 કેરેટ છે જ્યારે તેની અંદરના હીરાનું વજન 0.02 કેરેટ છે.

હીરો હીરાની અંદર હોવાને કારણે, તેને રશિયાની પરંપરાગત ઢીંગલી ‘માટ્રિઓષ્કા’ તરીકે વર્ણવવામાં આવી રહી છે. આ હીરાની કિંમત આશરે 426 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.માઇનિંગ કંપની અલરોસાના ‘રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જિઓલોજિકલ એન્ટરપ્રાઇઝ’ ના ડેપ્યુટી ડિરેક્ટર ઓલેગ કોવલચુક કહે છે કે હીરાની અંદર હીરો જોવા મળે ત્યારે તે ખરેખર પ્રકૃતિની એક અનોખી રચના છે.

Leave A Reply