તમને શરીરના કોઈ પણ સાંધાના દુખાવાની સમસ્યા હોય તો કરો આ ઘરેલું ઉપચાર,તાત્કાલિક રાહત મળશે…

0

રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે.શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે.શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે.શરીરના કોઈપણ અંગમાં દુ:ખાવો થવો આધુનિક જીવનશૈલીનુ પરિણામ છે.કોઈપણ અંગમાં તકલીફ થતા રોગીને ભયાનક દર્દ થવા માંડે છે.

સાંધામાં સોજા આવી જવા અને દર્દીને હલન-ચલન કરવામાં મુશ્કેલી પડે છે.આ રોગ ઘુટન,આંગળીઓમાં થયા પછી કાંડા,કોણી,ખભા પર દુઃખાવો શરૂ થાય છે.આ સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મેળવવા માટે ડોક્ટરની દવાની સાથે કેટલાંક ઘરેલૂ ઉપાય કરવાથી તમે આ દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો.

-બટેકાનો રસ દરરોજ 100 મિ.લી પીવાથી દુઃખાવામાંથી છૂટકારો મળે છે,પરંતુ તેને ભોજન કરતા પહેલાં પીઓ.

-સુંઠ એટલે કે સુકાયેલું આદુ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે,જેને ગઠીયાની સમસ્યા હોય તેના માટે બહુ ફાયદાકારક છે.તેનું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો.તેમજ સૂંઠ વા ના રોગો માટે સૌથી ઉત્તમ દવા છે.જે શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય ત્યારે થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લેવું. તેનાથી દુ:ખાવાથી તરત જ રાહત મળશે.

-એલોવેરા જેલથી ગઠિયાના કારણથી થતા દુઃખાવા પર લગાવવાથી તેમાં ગણો આરામ મળે છે.તેનાથી તમને દુઃખાવામાં જલ્દી રાહત થઈ જાય છે.

-ગાજર,ગઠિયાના દુ:ખાવામાં ગાજર બહુ ફાયદાકારક છે.ગાજરને ગરમ પાણીમા ઉકાળીને પણ તેનું સેવન કરી શકાય છે.પરંતુ કાચા ગાજરનો રસ પીવાથી વધારે લાભ થાય છે.ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે.રોજ ગાજરનો રસ પીવાથી જોઈંટના દુખાવાથી છુટકારો મળે છે.તેમા પણ જો આમળાનો રસ મિક્સ કરવામાં આવે તો તે વધુ ગુણકારી બની જાય છે.

-લસણ,દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે.તો તમે તેનું સેવન કરવાનું પસંદ ન કરતા હોવ તો તેમાં સંચળ,જીરું,હીંગ,કાળામરી અને સૂંઠ જેની વસ્તુઓને 2-2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો.તેને દુઃખાવો થતો હોય તે જગ્યા પર લગાવો.લસણથી પેટનો દુ:ખાવો,ગઠિયા, ગળાની બીમારી વગેરેમાં પણ એક દવા જેવું કામ કરે છે.કોઈપણ પ્રકારના દુખાવાને લસણના રસના પ્રભાવથી યૂરિક એસિડ ઓગળીને પ્રવાહી રૂપમાં મૂત્રમાર્ગથી બહાર નીકળી જાય છે.

-સાંધામાં વધારે દુઃખાવો થતો હોય ત્યારે એરંડાના તેલની માલિશ કરવી તેનાથી દુઃખાવામાં જલ્દીથી રાહત મળે છે અને સાથે સોજા પણ ઓછા થઈ જાય છે.

-અજમાનું તેલ-આ શરીરના અન્યભાગોમાં થતાં દુખાવાને પણ દૂર કરે છે.જેમાં10 ગ્રામ અજમાનું તેલ 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્સ કરીને એક બોટલમાં રાખો.જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુઃખાવો કે,માથાનો,કમરનો દુખાવો થાય ત્યારે અજમાનાં તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે.તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે.અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ તે દરેકમાં ગુણવાર સાબિત થાય છે.

-જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને જોઈંટ ના જૂના સોજા પર માલિશ કરવાથી લાભ થાય છે.આ સંઘિવાતના કારણે અકડાયેલ સંધિ-સ્થળને ખોલે છે.જેનાથી જોઈંટના દુખાવાથી રાહત મળે છે.જાયફળનુ ચૂરણ મધ સાથે સેવન કરવાથી જોઈંટના દુખાવો દૂર થાય છે.

Leave A Reply