સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, આટલા રૂપિયા સુધી ઘટી શકે છે સોનું, જાણો આજના ભાવ

0

અમેરિકન ડોલરમાં નરમાઈના લીધે સોનાની કિંમત ઉપર સીધી અસર પડી રહી છે. ભારતીય બજારોમાં સોના-ચાંદીની કિંમતોના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ગ્રામ ચાંદીના ભાવમાં 1000 રૂપિયા  અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો  નોંધાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે, વૈશ્વિક માર્કેટમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ આમાં સ્થિરતા દેખાશે.

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રૂપું 66,800 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચોરસા 68,000 રૂપિયા અને ચાંદી રૂપું 67,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

અમદાવાદમાં સોનાના ભાવ

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 45,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જો કે,ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 500 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

શું સોનાની કિંમતોમાં આવશે ઘટાડો?

નિષ્ણાંતોનું માનવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો કદાચ લાંબા સમય સુધી ન હોય. ડોલરમાં નરમાઈ વધતી મુદ્રાસ્ફીતિના દબાણ અને મૌદ્રિક વિસ્તારના સોનાની કિંમત ઉપર સીધી અસર પડી છે. ક્વાંટમ મ્યૂચુઅલ ફંડના સીનિયર ફંડ મેનેજર ચિરાગ મહેતાનું કહેવું છે કે વધારા ખર્ચના કારણે વાસ્તવિક અર્થવ્યવસ્થામાં વધારે પૈસા ફસાવવાની સાથે, મજબૂત બજાર મુદ્રાસ્ફિતીની આશા છે. ડોલરના ડાઉનટ્રેન્ડના કારણે આંતરરાષ્ટ્રી બજારમાં આવનારા સપ્તાહોમાં સોનાની કિંમતોમાં કંઈક સકારાત્મકતા દેખાઈ શકે છે.

કેટલું સસ્તું થઈ શકે છે સોનું?

એનાલિસ્ટ માની રહ્યા છે કે હજી સોનામાં વધારે ઘટાડો આવશે. માનવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક માર્કેટમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ આમાં સ્થિરતા દેખાશે. એટલે કે આ હિસાબથી ભારતીય રૂપિયામાં જોઈએ તો સોનાનો ભાવ 40,000 રૂપિયા નીચે જઈ શકે છે.

 

Leave A Reply