કાજોલ નહિ પરંતુ આ ફેમસ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો અજય દેવગન, આ અભિનેત્રી સાથે તો કરવા……..

Uncategorized

અજય દેવગણને બોલીવૂડમાં આપણે એકદમ શાંત અને ગંભીર હિરો માનીએ છીએ. તે બોલીવૂંડનો સૌથી પહેલો હીરો છે કે જેણે પ્રાઈવેટ જેટ ખરીદ્યુ હતુ. હાલ તેને ઈન્ડસ્ટ્રીમાં 26 વર્ષ થઈ ગયા છે. તેની ફેન ફોલોવીંગ પણ આજે ભારતની સાથે સાથે વિદેશોમાં પણ તેટલીજ છે. આપને ખ્યાન ન હોય તો જણાવી દઈએ કે તેણે પોતોના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી.

નાનપણથી એક્ટિંગનો શોખ

નાનપણથીજ તેને એક્ટિંગનો ઘણો શોખ હતો. જેથી આજે તેણે બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી દીધી છે. તમને ખ્યાલ હશે કે તેણે કાજોલ સાથે લગ્ન કર્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે કાજોલ પહેલા પણ અજય દેવગણની લાઈફમાં એક બીજી હિરોઈન હતી. જેને તેઓ ઘણો પ્રેમ કરતા હતા. જેના વીશે આજે અમે તમને જણાવીશું.

રવીના ટંડનના પ્રેમમાં

જે હિરોઈનના પ્રેમમાં અજય પાગલ હતા તે કોઈ બીજું નહી પરંતુ બોલીવુંડની બોલ્ડ ગર્લ રવીના ટંડન હતી. એક સમય એવો હતો કે બંનેની જોડી ઘણી હિટ હતી. સાથેજ તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. તેજ સમયે તેમને પ્રેમ થઈ ગયો હતો. પરંતુ જ્યારે દિલવાલે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી.

કરિશ્મા વચ્ચે આવી

દિલવાલે ફિલ્મમી શૂટિંગ વખતે અજય દેવગણ કરિશ્મા સાથે નજીક આવી ગયા હતા. જે વાત રવીનાને જરા પણ ન ગમી. કારણકે તે સમયે તે અજય દેવગણને લઈને ઘણી ગંભીર હતી. જેથી તેણે બંને જણાની અલગ અલગ રીતે ટાર્ગેટ કર્યા હતા. તેણે એવા આક્ષેપ પણ કર્યા હતા કે કરિશ્મા તેનાથી ઘણ ઈનસિક્યોર છે. જેથી તે તેને ઘણી ફિલ્મોમાંથી કાઢી ચુકી છે.

વિવાદને કારણે દૂર થયા

આ વાતને લઈને કરિશ્માં પણ ઘણી અગ્રેસીવ થઈ હતી. જેથી તેણે રવીના સાથે અંતર રાખી લીધું. તે સમયે અજય બોલીવૂડના ટોપના હિરો હતા. જેથી બંને વચ્ચે જ્યારે વિવાદ ગંભીર થયો ત્યારે તેમણે બંને સાથે સંબંધો તોડી કાઢ્યા હતા. આજે પણ જ્યારે અજય અને રવીના આમને સામને આવે ત્યારે તેઓ એકબીજાને ઈગ્નોર કરતા હોય છે.

ભૂજ ફિલ્મમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે છેલ્લે ગત વર્ષે અજયની ફિલ્મ તાન્હાજી રિલીઝ થઈ હતી. જે ફિલ્મે બોલિવૂંડમાં ગત વર્ષે સૌથી વધારે કમાણી કરી હતી. કારણકે આ ફિલ્મ કોરોના પહેલા રિલીઝ થઈ હતી. હાલ તેમની ભૂજ ફિલ્મ હોટસ્ટાર પણ થોડાક સમયમાં રિલીઝ થવાની છે. જેની દર્શકો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અજયની સાથે સંજય દત્ત પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *