કેરીનું શાક ખાવાથી શરીરને થાય છે અણધાર્યા ફાયદાઓ,શરીરની આ બીમારીઓથી મળશે રાહત…..

Health

કેરી એક એવું ફળ છે કે જે મોટા ભાગના લોકોને ગમતું હોય છે. ગરમીઓમાં મોટા ભાગે લોકો કેરી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આપણી હેલ્થ માટે પણ તેટલીજ સારી છે. તેમાં વિટામીન ખનીજ એંટી ઓક્સિડેંટ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. જેના કારણે આપણું શરીર સ્વસ્થ રહેતું હોય છે. 

ગરમીના સમયમાં કેરી આરામથી મળી જાય છે. કેરી ખાવાના શોખીનો હોય છે. પરંતુ મોટા ભાગના લોકો કેરીનો ગોટલો ફેકી દેતા હોય છે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે કેરીન ગોટલો પણ ઘણી બધી રીતે આપણાને ઉપયોગમાં આવતો હોય છે. 

દાંત માટે ફાયદાકારક  : કેરીનો ગોટલો આપણા દાંત માટે ઘણો ફાયદાકારક હોય છે. એક વાટકામાં તમે કેરીના પત્તા અને ગોટલાને કુટી કાઢજો. તેમાથી જે પેસ્ટ બની છે તેનાથી જો તમે બ્રશ કરશો  તો તમારા દાંત ઘણા મજૂત રહેશે. તે સિવાય પણ જો તમારા દાંતમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. તો તે સમસ્યા પણ દૂર થઈ જશે. દાંતના પેઢામાંથી જો તમને લોહી નીકળતું હોય છે તો તમે કેરીના પત્તાને ચાવવાનું શરૂ કરી દેજો કારણકે આવું કરવાથી તમારા પેઢામાંથી પણ લોહી નીકળતું બંધ થઈ જશે. 

ખરતાવાળથી રાહત મળશે  : ઘણા લોકો ખરતા વાળની સમસ્યાથી હેરાન થતા હોય છે. જેના કારણે તેઓ મોંઘા મોંઘા પ્રોડક્ટ પણ વાપરતા હોય છે. પરંતુ કેરી દ્વારા પણ આ સમસ્યા દૂર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે કેરી જ્યારે સુકાઈ જાય ત્યારે તેને પીસીને તેમા નારિયેળનું તેલ નાખજો. બાદમાં તે તેલને તમે માથામાં લગાવશો તો તમને માથાની સમસ્યાઓમાંથી છૂટકારો મળી રહેશે. 

હ્રદયરોગની સમસ્યાથી છૂટકારો : હ્રદય રોગ જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેરીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેરીનું સેવન કરવાથી તમારા શરીરમાં હ્રદય રોગની સમસ્યા ઘણી ઓછી થઈ જાય છે. કારણકે તેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેતું હોય છે. 

કરમીયાથી રાહત  : ઘણા લોકોને પેટમાં કરમીયાને કારણે દુખાવો રહેતો હોય છે. તો આવા લોકોએ પણ કેરીનું સેવન કરવું જોઈએ કારણકે કેરીની ખટાશને કારણે પેટમાં કરમીયાની સમસ્યાથી રાહત મળતી હોય છે. 

વજનમાં ઘટાડો  : મોટા ભાગના લોકો આજના સમયે વજન વધારાનો સામનો કરતા હોય છે. તેમના માટે કેરી ઘણીજ ફાયદેમંદ છે. કારણકે કે કેરીનું શાક ખાવાથી તમારા શરીરનું વજન ઘણી સરળતાથી ઓછું થતું હોય છે. 

લુઝમોશનથી રહાત : જ્યારે લુઝમોશન થઈ ગયા હોય તેવા સમયે પણ કેરી ઘણીજ ફાયદાકારક છે. આ સમસ્યામાં કેરીના ગોટલામે પીસીને તેમા ખાંડ નાખીને તેની પેસ્ટ બનાવજો. જેને દિવસમાં ત્રણથી ચાર વખત એક ચમચી લેવાનું રાખશો. તો તમે ઘણીજ રાહત મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *