આલિયા ભટ્ટ આ ક્રિકેટરને ખુબ લાઈક કરે છે,નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

Boliwood Uncategorized

ફિલ્મ સ્યુડન્ટ ઓફ ધ યર થી આલિયા ભટ્ટે બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું. હાલ તે બોલીવૂડની સૌથી પ્રખ્યાત હિરોઈન થઈ ગઈ છે, તેની દરેક ફિલ્મોમાં તેણે ઘણીજ સારી એક્ટિગ કરી છે. સાથેજ તે દેખાવમાં પણ ઘણી ક્યુટ છે. ખાસ કરીને તેણે ઉડતા પંજાબ અને રાઝી જેવી ફિલ્મોમાં કામ જે એક્ટિંગ કરી છે. તેના કારણે તેણે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

રણબીર સાથે લગ્ન

હાલ તે રણવીર કપૂર સાથે રિલેશનશીપમાં છે. સાથેજ તે તેની સાથે લગ્ન પણ કરવાની છે. આ પહેલા પણ તે ઘણા બધા હિરોને ડેટ કરી ચૂકી છે. તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ જોડાયું હતું. સાથેજ બંને જણા ઘણી વખત સ્પોટ પણ થયા હતા. જોકે બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. હાલ તે રણબીર કપૂરને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે.

ફેન ફોલોવીંગ મોટા પ્રમાણમાં

આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે બોલીવૂડની અભિનેત્રીઓ ક્રિકેટરોને પણ લાઈક કરતી હોય છે. જેમા અનુષ્કા શર્મા તેનું એક તાજુ ઉદાહરણ છે. તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ ક્હોલી સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ એક ક્રિકેટર એવો પણ છે કે જેને આલિયા ભટ્ટ લાઈક કરે છે. સાથેજ તે ક્રિકેટરની પણ હાલ ઘણી ફેન ફોલોવીંગ છે.

રોહિત શર્મા

અમે વાત કરી રહ્યા છે રોહિત શર્મા વિશે. જીહા આલિયા ભટ્ટ રોહિત શર્માને ખુબ પસંદ કરે છે. જ્યારે પણ તક મળે ત્યારે કે રોહિત શર્માની બેટીંગ જરૂરથી જોતી હોય છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેને ક્રિકેટ જોવું વધારે પસંદ નથી પરતું રોહિત શર્મા તેને ખૂબ ગમે છે. સાથેજ તેણે કહ્યું હતું કે રોહિત જ્યારે પીચ પર હોય ત્યારે તેને ખુબ ગમે છે.

થોડાક સમય પહેલા એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે આલિયા ભટ્ટ કેવિન મિત્તલને ડેટ કરી રહી હતી. તે સમયે પણ તેનું રણબીર કપૂર સાથે નામતો જોડાયુજ હતું પરંતુ બંને જણાએ તે વખતે મીડિયામાં તેમના સંબંધો જાહેર નહોતા કર્યા.

ગંગુબાઈ ફિલ્મમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ ટૂક સમયમાં ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ છે તેવી માહિતી સામે આવી છે. સાથેજ તે રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આયાન મુખર્જી દ્ ડાયરેક્ટ કરી રહ્યા છે. સાથેજ આ ફિલ્મને 3 ભાગમાં બનાવાની છે તેવી માહિતી પણ સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *