એક મજુરએ છોકરીને બચાવી તો તો છોકરીએ આ યુવક માટે કર્યું કંઇક એવું કે જેને જાણીને તમે પણ કહેશો વાહ…….

India

આ બનાવ સામે આવ્યો છે કે બેંગ્લોરમાં જ્યા મજૂરી કરતા એક યુવકે યુવતીની ઈજ્જત બનાવી છે. બનાવના દિવસે યુવકે રાતના સમયે પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. તે સમયે તે તેની સાયકલ લઈને નીકળ્યો હતો. ત્યારે તેણે ખેતરોમાંથી અવાજ સાંભળ્યા જેથી તે ઉભો રહી ગયો. તે અવાજ એક છોકરીનો હતો જેથી તે ખેતર તરફ દોડ્યો હતો.

તેણે નજીક જઈને જોયું તે ચોંકી ગયો હતો. કારણકે ત્યા ત્રણ છોકરાએ માસૂમ યુવતી સાથે જબરદસ્તી કરી રહ્યા હતા. યુવકને જોઈને તે ત્રણેય હવસખોરોએ મજૂરી કરતા યુવકને ઢોરમાર માર્યો જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. જોકે તે હિંમત ન હાર્યો અને તે પણ તેમની સાથે લડતો રહ્યો. ભીડ એકઠી ન થાય તે ડરથી તે ત્રણેય યુવકો ત્યાથી ભાગી ગયા હતા.

લોહીલુહાણ હાલતમાં તે યુવકે છોકરીને એકલી ન મૂકી અને તેને બેસાડીને તેના ઘરે મુકી ગયા. જેવા તે છોકરીના ઘરે પહોચ્યા કે તેઓ ત્યાજ ઢળી પડ્યા હતા. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. યુવતીના પિતા સેનાના અધિકારી હતા. તે દિવસે છોકરી તેના મિત્ર સાથે ફરવા નિકળી હતી. પરંતુ આરોપીઓને જોઈને તેનો મિત્ર ત્યાથી ભાગી ગયો હતો. જોકે મજૂરી કરતા યુવકે કઈ પણ કરીને તેનો જીવ બચાવી લીધો હતો.

હોસ્પિટલમાં ભોગ બનનાર યુવક ત્રણ દિવસ સુધી એડમીટ રહ્યો હતો. સાથેજ તે છોકરી પણ તેનું ધ્યાન રાખતી હતી. આ ઘટનાને સાત વર્ષ વીતી ગયા હતા બાદમાં તે પોતાના કામે લાગી ગયો હતો. એક દિવસ તે તેની પત્નીને કહીને ગયો કે સાંજા ઘરે પરત આવશે. પરંતુ તે ઘરે પરત આવ્યો ત્યારે ઘરની પાસે તેણે પોલીસ જોઈ ત્યારે તે ચોંકી ગયો હતો.

યુવક સાત વર્ષ પછી તેજ જગ્યાએ કામ કરવા ગયો હતો, જ્યા યુવતી રહેતી હતી. જેથી તે યુવતીની સાથે તેના પિતાના મિત્રો ત્યા આવ્યા હતા. તે યુવતીએ પગ પકડીને તેના આશીર્વાદ લીધા. જોકે તે યુવક તે ઘટનાને સપનુ સમજીને ભૂલી ગયો હતો. તેના પિતાએ તેના બાદમાં એક ઓટોરિક્ષા ભેટમાં આપી જેથી તે હવે મજૂરી નથી કરતો અને ઓટોરીક્ષા ચલાવે છે.

યુવતી પણ બેંગ્લોરમાં એક હોટલ ચલાવે છે. સાથેજ તે યુવકને મળતી રહેતી હોય છે. ઉપરાંત તે તેના બાળકોને ભણાવી રહી છે. યુવતી જ્યારે સાત વર્ષ પછી યુવકને મળી ત્યારે તેણે એવિં કહ્યું હતું કે તેના કારણે તેને ફરીથી જીવન મળ્યું છે. જેથી તેણે તેનો આભાર આખી જીંદગી માન્યો અને આજે તે તેના બાળકોને પણ ભણાવીને આગળ વધારી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *