ઘાતક ફિલ્મના આ વિલનની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટા જોઇને ઉડી જશે તમારા હોશ……

Boliwood Uncategorized

એક સમયે એવો હતો કે બોલીવૂડમાં હિરોની સાથે સાથે વિલનની પણ એટલીજ સારી ગણતરી કરવામાં આવતી હતી. ખાસ કરીને ફિલ્મોમાં વિલન વગર સ્ટોરીતો આજે પણ અધૂરી રહેતી હોય છે. બોલીવૂડમાં પહેલાના સમયે વિલનોની કોઈ કમી ન હતી. ત્યારે આજે અમે તમને બોલીવૂડના પ્રખ્યાત વિલન ડેની ડેગ્જોગ્પા વીશે માહિતી આપીશું.

બૌદ્ધ પરિવારમાં જન્મ

ડેનીનો જન્મ સિક્કીમના એક બૌદ્ધ પરિવારમાં થયો હતો. તેણે તેનું ભણતર પણ સિક્કિમથીજ કર્યું છે. તેણે બોલીવૂડની સાથે નેપાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યો છે. અને 1973માં બી આર ચોપડાની ફિલ્મ ધુંધમાં પહેલી વાર વિલનની ભૂમીકા ભજવી હતી. જે રોલ લોકોને એટલો પસંદ આવ્યો કે બાદમાં તેમને વિલેનના રોલજ મળતા હતા.

શોલેમાં ગબ્બરની ઓફર

ડેની ફિલ્મ ઘાતકમાં જે વિલેનનો રોલ પ્લે કર્યો હતો કે આજે પણ લોકો વખાણે છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે શોલે ફિલ્મમાં ગબ્બરનો રોલ પણ પહેલા ડેનીને આપવામાં આવ્યો હતો. જોકે તેની પાસે ડેટ ન હતી જેથી તેણે ના પાડ઼ી દીધી હતી. જેથી આ ફિલ્મ બાદમાં અમજદ ખાનને આપવામાં આવી હતી.

40 વર્ષથી ફિલ્મોમાં

ફિલ્મમાં તે છેલ્લા 40 વર્ષોથી કામ કરી રહ્યા છે, સાથેજ અત્યાર સુધીમાં તેણે 200 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ફિલ્મ ફેયર એવોર્ડ પણ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે. જોકે તેણે ભલે અત્યાર સુધી વિલેનના રોલ કર્યા પરંતું તેની પત્ની તેને એકદમ હિરોઈન જેવી મળી છે. તેણે સિક્કિમની ભૂતપૂર્વ રાજકુમારી ગાવા સાથે લગ્ન કર્યા છે.

બે સંતાનોનો પિતા

ડેનીને બે સંતાન છે જેમા તેને એક પુત્ર છે અને એક પુત્રી છે. તેના પુત્રનું નામ રિનજિંગ છે. જ્યારે તેની પુત્રીનું નામ પેમા છે. હાલ તેમનો પુત્ર રિંનજિંગ બોલૂવુડમાં કામ કરી ચુક્યો છે. જ્યારે તેમની પુત્રી પણ ટૂંક સમયમાં હવે ફિલ્મોમાં જોવા મળશે.

પુત્રની હિરો બનવાની ઈચ્છા

ડેનીના પુત્રની એવી ઈચ્છા છે કે તે તેના પિતાની જેમ વીલેન તરીકે નહી. પરંતું હિરો તરીકે ફિલ્મોમા કામ કરે. જોકે હાલ તો બોલીવૂંડની બધી ફિલ્મો કોરોનાને કારણે અટકી પડી છે. છેલ્લે ડેની સલમાન ખાન સાથે ફિલ્મ જય હોમાં જોવા મળ્યા હતા. જેમા તેણે રાજનેતાનો રોલ કર્યો હતો. જે રોલ લોકોને ઘણો ગમ્યો હતો. જોકે આ ફિલ્મમાં પણ તેઓ વીલનજ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *