ફિલ્મોમાં મામુલી દેખાતો આ એક્ટર છે કાદરખાનનો પુત્ર,એક ફિલ્મમાં કામ કરવા માટે લે છે આટલા રૂપિયા…..

Boliwood Uncategorized

પ્રખ્યાત કોમેડી કીંગ કાદરખાનને તો તમે ઓળખતાજ હશો. તેણે કોમેડીની સાથે સાથે નેગેટીવ રોલ પણ તેટલાજ કર્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે કાદર ખાનનો પુત્ર પણ બોલીવૂડમાં છેલ્લા કેટલાય સમયથી કામ કરી રહ્યો છે. પરંતુ તે તેના પિતા જેવી ઓળખ હજુ નથી બનાવી શક્યો સાથેજ કોઈને ખબર પણ નથી પડી કે તે કાદર ખાનનો પુત્ર છે.

અમે વાત કરી રહ્યા છે સર્ફરાજ ખાન વીશે કે જે સલમાન ખાન તેમજ સંજય દત્ત સાથે કામ કરી ચુક્યો છે. સર્ફરાજ ખાન બીજું કોઈ નહી પણ તે કાદરખાનનો પુત્ર છે. તેને નાનપણથી એક્ટર બનવાનું સપનું જોયું હતું અને તે એક્ટર બન્યો પણ ખરી. પરંતુ બોલીવૂંડમાં તેને એટલી સફળતા ન મળી જેટલી સફળતા તેના પિતાને મળી હતી.

કાદરખાનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ અજરા ખાન છે. જે સર્ફરાજ ખાનની માતા છે. કાદરખાનને કુલ ત્રણ પુત્રો છે. તેઓ ફિલ્મોમાં કામ કરતા હતા તેમ છતા તેમણે તેમની સંતાનોને ફિલ્મોમા કામ કરવા માટે પરવાનગી નહોતી આપી.

કારણકે કાદરખાનને તેમની સંતાનોમાં તેવી કોઈ ખુબી નહોતી દેખાતી કે જે ખૂબીથી તેઓ એક્ટર બની શકે. તેમનું માનવું એવું હતું કે તેમની એકપણ સંતાન એકટર નહી બની શકે. જેના કારણે તેઓ ઈચ્છતાજ નહોતા કે તેમની સંતાનો ફિલ્મોમાં આવે અને કામ કરે.

જ્યારે તેમના પુત્ર સર્ફરાજ ખાને એક્ટિંગમાં પોતાનું કરિયર શરૂ કર્યુ ત્યારે તેઓ તેનાથી ઘણા ગુસ્સે પણ થયા હતા. સાથેજ તેમણે સર્ફરાજને જરા પણ સપોર્ટ નહોતો કર્યો. જેના કારણે તેને દુખ થયું હતું. તેની પોતાની જાતને સાબિત કરવી હતી. જેથી કાદરખાનની ના હોવા છતા પણ તેણે અમુક ફિલ્મોમાં કામ કર્યુ હતું. જોકે તેની એક્ટિંગ એટલી દમદાર નહોતી રહી.

સર્ફરાજ સલમાન ખાન સાથે ફિલ્મ તેરેનામમાં જોવા મળ્યો હતો. બાદમાં તે સલમાનની ફિલ્મ વોન્ટેડમાં પણ તેની સાથે જોવા મળ્યો હતો. બંને ફિલ્મોમાં તે સલમાન ખાનના દોસ્ત બન્યા હતો. જોકે ફિલ્મોમાં તેણે એક્ટિંગ તો સારી કરી હતી. પરંતુ તે તેના પિતા જેટલું નામ ન બનાવી શક્યો. સાથેજ આજે પણ ઘણા લોકોને ખબર નથી કે સર્ફરાજ કાદરખાનનો પુત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *