બાહુબલીનો સૌથી ખૂખાર વિલન દેખાવમાં કઈક આવો લાગે છે,તેની આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે….

Boliwood Uncategorized

સાઉથની ફિલ્મોનું માર્કેટ હાલમાં બોલીવૂડની ફિલ્મો કરતા વધારે છે. જોકે સાઉથની ફિલ્મોમાં આજે પણ એવી વસ્તુઓ બતાવામાં આવે છે. કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બાહુબલી ફિલ્મતો તમે જોઈજ હશે. આ ફિલ્મે અત્યાર સુધીમાં જેટલા રૂપિયાની કમાણી કરી છે. તેટલા રૂપિયા અત્યાર સુધીમાં બીજી કોઈ ફિલ્મે નથી કમાયા.

બાહુબલીના પહેલા ભાગમાં એક વિલન હતો તે અજીબોગરીબ ભાષા બોલતો હતો. આ વિલનની એક્ટિગ દર્શકોને પણ ઘણી પસંદ આવી હતી. ફિલ્મમાં તેનું નામ કાલકેય રાખવામાં આવ્યું હતું હતું પરંતુ રીયલ લાઈફમાં તેનું નામ પ્રભાકર છે. પ્રભાકરની અમુક તસ્વીરો અમે તમને બતાવીશું તો તમે પણ હેરાન રહી જશો. કારણકે ફિલ્મોમાં જેવો તેનો લુક આપવામાં આવ્યો હતો. તેનાથી તે તદ્દન અલગ છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે રિયલ લાઈફમાં પ્રભાકર કેવો લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રભાકર રિયલ લાઈફમાં ઘણા શરમાળ સ્વભાવના છે. સાથેજ તેઓ ક્રિકેટ રમવાના ઘણો શોખ રાખે છે. જ્યારે પણ તેને તક મળે ત્યારે તેઓ ક્રિકેટ રમવા લાગે છે. ફિલ્મોમાં કામ મળ્યું તે પહેલા તેઓ હૈદરાબાદમાં નોકરી કરવા આવ્યા હતા.

પ્રભાકરના એક મિત્રએ એસ એસ રાજામૌલી સાથે તેનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. તે સમયે તેઓ પ્રભાકર જેવો ફેસ વાળો એક્ટર શૌધી રહ્યા હતા. પ્રભાકર રાજામૌલીને મળ્યો અને બાદમાં થોડાક દિવસ રહીને તેમને ફોન આવ્યો હતો કે ડાયરેક્ટર મર્યાદા રમન્ના ફિલ્મ માટે તેને સિલેક્ટ કરવા માગે છે. ત્યારબાદ થોડાકજ સમયમાં પ્રભાકરે ફિલ્મ માટે રાજામૌલીને હા પાડી દીધી.

પ્રભાકરે ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું તે તેમને ફિલ્મોમાં કામ કરવા મળશે. જોકે તેમણે દરેક ફિલ્મોમાં અલગ અલગ એક્ટિંગ કરી છે. જેના કારણે દર્શકોના મનમાં પણ હાલ તેમના માટે એક અલગજ છાપ ઉભી થઈ છે. જોકે પ્રભાકરનું માનવું છે કે તેમની જીંદગી ડાયરેક્ટર રાજામૌલીએજ બદલી છે. કારણકે રાજામૌલીએજ પ્રભાકરને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.

પ્રભાકર આજે પણ રાજામૌલીનો આભાર માને છે. ખાસતો પ્રભાકરને બાહુબલીમાં જે કાલકેયનો રોલ મળ્યો હતો. ત્યારબાદથી તેને બધા ઓળખવા લાગ્યા. તેનો રોલ એટલા ભયાનક વીલનનો હતો કે નાના બાળકોતો તેને જોઈને પણ ડરી જાય. જોકે હાલ તેઓ ટૂંક સમયમાં આગામી ફિલ્મોમાં પણ જોવા મળશે અને દર્શકો પણ તેમની આવનારી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *