બોલીવૂડ જગતના સુનીલ શેટ્ટી આ ફેમસ અભિનેત્રી સાથે કરવા માંગતા હતા લગ્ન,પરંતુ આ કારણે………

Boliwood Uncategorized

એક સમય એવો હતો કે  સુનીલ શેટ્ટીને ડાયરેક્ટરો ફિલ્મમાં લેવા માટે ઈચ્છા રાખતા તેમ છતા પણ તેમને ડેટ મળતી ન હતી. હાલ તે ફિલ્મોમાં નથી દેખાતો. પરંતુ તેનુ ફિલ્મી કરીયર ઘણું જોરદાર રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 100 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. સાથેજ તે એક્શન અને કોમેડી ફિલ્મો પહેલા કરતો હતો. તે સિવાય પણ તેણે બોર્ડર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોનાલી બેન્દ્રે સાથે પ્રેમ

આજે અમે તમને એક એવી હિરોઈન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. કે જેના પર સુનીલ શેટ્ટીએક સમયે પુરી રીતે ફિદા હતા.અમે વાત કરી રહયા છે સોનાલી બેન્દ્રે વીશે  તેઓ એક સમયે સોનાલી બેન્દ્રેને ઘણો પ્રેમ કરતા હતા. જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે તેઓ પરિણીત હતા તેમ છતા પણ તેઓ સોનાલી બેન્દ્ગેને પ્રેમ કરી બેઠા હતા.

ફિલ્મો કામ કરતા પ્રેમ થયો

સોનાલી બેન્દ્રે અને સુનિલ શેટ્ટીએ એકબીજા સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે.દર્શકોને પણ તેમની જોડી ઘણી પસંદ હતી. 90ના દાયકામાં તેમની ફિલ્મો વધારે આવી હતી. જેના કારણે તેમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. સુનિલ શેટ્ટી તે સમયે એક એકશન હિરો તરીકે જાણીતો હતો. સાથેજ તે બોક્સિંગ ચેમ્પીયન પણ છે જેથી તેને એક્શન ફિલ્મો વધારે મળતી હતી.

પરિણીત હતા જેથી સંબંધ આગળ ન વધ્યો

1997માં જ્યારે તેની ભાઈ ફિલ્મ આવી હતી ત્યારે સુનીલ અને સોનાલી એકબીજાની ઘણા નજીક આવી ગયા હતા. જોકે સુનીલ શેટ્ટી ક્યારેય પણ તેને પ્રપોઝ ન કરી શક્યા કારણકે તે પહેલાથી પરિણીત હતા, સાથેજ તે તેની પત્નીને દગો આપવા નહોતા માગતા. સુનીલ શેટ્ટીની પત્નીનું નામ માના શેટ્ટી છે. જોકે તેમની પત્ની હંમેશા લાઈમ લાઈટથી દુર રહેતી હોય છે.

સફળ બિઝનેસમેન

સુનિલ શેટ્ટી હાલ ફિલ્મોથી દૂર રહે છે. પરંતુ તેઓ એક સફળ બિઝનેસ મેન છે. તેઓ દર વર્ષે 100 કરોડ કરતા પણ વઘારે બિઝનેસ કરતા હોય છે. તે સિવાય તેઓ પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામે પ્રોડકશન હાઉસ પણ ચલાવે છે. બીજી તરફ સોનાલી બેન્દ્રેએ પણ પ્રોડ્યુર અને ડાયરેક્ટર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કરી લીધા છે. તે પણ તેની લાઈફમાં ઘણી ખુશ છે.

મુંબઈ સાગામાં છેલ્લે દેખાયા

ઉલ્લેખનીય છે કે સુનીલ શેટ્ટી છેલ્લે અમણા જોન અબ્રાહ્મની ફિલ્મ મુંબઈ સાગામાં જોવા મળ્યો હતો. તે સિવાય તેની પુત્રી આહના શેટ્ટી પણ બોલીવૂડમાં ડેબ્યુ કરી ચુકી છે. તેમજ તેનો પુત્ર આહાન શેટ્ટી પણ હવે ટૂંક સમયમાં બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. જોકે તેનો પુત્ર આહાન શેટ્ટી કેટલા સમયમાં અને કઈ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરશે તે વીશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *