શાકાલાકા બુમ બુમનો સંજુ હવે કઈક આવો દેખાય છે બોલીવૂડની અભિનેત્રીઓ પણ તેની છે દીવાની……

Boliwood Uncategorized

90ના દાયકામાં તે સમયે એટલી બધી ટીવી ચેનલો આવતી ન હતી જેના કારણે આપણા બધાજ મોટા ભાગે દૂરદર્શન જોવાનું પસંદ કરતા હતા. દૂર દર્શન પર શાકાલાકા બુમ બુમ કરીને એક સિરીયલ આવતી હતી. જેમા એક પેન્સિલ પર આખી સિરીયલ આધારીત હતી. પેન્સીલથી તમે જે પણ દોરો તે રિયલમાં થઈ જતું હતું. જેતી બાળકોને તે સિરીયલ ઘણી ગમતી હતી.

સૌ કોઈને એમ હતું કે આ સિરીયલમાં જે પેન્સિલ છે. તેવી પેન્સીલ તેમની પાસે પણ હોય. સિરિયલમાં સંજૂ કરીને મુખ્ય ભૂમિકા જે છોકરાએ ભજવી હતી તેનું રિયલ લાઈફમાં નામ કિંશુક વૈધ છે. તે આ સીરિયલને કારણે તે વખતે ઘણો ફેમસ થયો હતો. તેના રિયલ નામ કરતા તે સંજૂના નામે વધારે ઓળખાતો હતો. જોકે હાલ કિંશુક ઘણો મોટો થઈ ગયો છે.

કિંશુક તેની પર્સનલ લાઈને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તેણે તેનીજ સિરિયલમાં કામ કરતી અભિનેત્રી શિવ્યા પઠાનિયા સાથે પ્રેમ થયો જેથી તે ઘણો ચર્ચામાં રહેતો હોય છે. એક રિશ્તા સાઝેદારીમાં  સિરિયલમાં બંનેની મુલાકાત થઈ હતી. ધીમે ધીમે શૂંટીગ વખતે તેમને પ્રેમ થઈ ગયો હતો. જોકે હાલ તેમના સંબંધો વીશે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.

શિવ્યાએ એન્જિનયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે મોડલીંગમાં કામ કરવા લાગી હતી. તે સિવાય તેને 2013માં મિસ શિમલાનો એવોર્ડ પણ મળ્યો હતો. જોકે તે સમયે તે ઘણી બધી સિરીયલોમાં કામ કરી ચુકી હતી. તેની સુંદરતાતો તેટલીજ હતી સાથેજ તેની એક્ટિંગ પણ ઘણી સારી હતી. જેના કારણે તે ફેમસ થઈ. ખાસ વાત એ કે તે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ઘણી સુદર દેખાય છે.

કિંશુંક વૈધની વાત કરવામાં આવે તો તે શાકાલાકા બૂમ બૂમ સિવાય એક રિશ્તા સાઝેદારીકા સિરીયલમાં તેમજ યે હે આશિકી જેવી સિરીયલોમાં જોવા મળ્યો હતો. સાથેજ તેણે કાજોલ અને અજય દેવગણ સાથે રાજૂ ચાચા ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેણે પોતાનું ગ્રેજુએશન પણ માસ મીડિયામાં કર્યું છે. સાથેજ તેણે સ્પેશલાઈઝેશન એડવરટાઈઝમેન્ટમાં કર્યું છે.

જોકે જ્યારે દૂર દર્શન પર શાકાલાકા બૂમબૂમ આવતી હતી. તે સમયે કિંશુક ઘણો ફેમસ થયો હતો. પરંતુ હાલ તેને જોઈને કોઈ ઓળખી પણ ન શકે તેટલો તે બદલાઈ ગયો છે. તેની પર્સાનાલીટી પણ હાલ બોલીવૂંડના હિરોને ટક્કર મારે તેવી છે. તસ્વીરોમાં આપ જોઈ શકો છો. કે કિશુંક કેટલો સ્માર્ટ લાગે છે. જોકે તે ફિલ્મોમાં આવશે કે નહી આવે તે મામલે તેણે કોઈ પણ માહિતી હજુ નથી આપી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *