ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી , આ વિસ્તારોમાં ભારે વરસાદ …

1

ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે છેલ્લા 2 દિવસથી વરસાદ થયો નથી. હવે ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળજાળ ગરમી પડી રહી છે. કાળજાળ ગરમીના કારણે હવે ગરમીથી લોકો ખુબ જ ત્રાસી ગયા છે. હવે ગુજરાતમાં ફરી સારો વરસાદ થાય તેની ગુજરાતમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જો ગુજરાતમાં આગામી સમયમાં સારો વરસાદ ન થાય તો ખેડૂતોના પાકને ખુબ જ નુકશાન થવાની શક્યતા છે. તેવામાં હવામાન વિભાગ અને અંબાલાલે મોટી અને મહત્વની આગાહી કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા 2 દિવસના વિરામ બાદ હવે ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્ધારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું આગમન થશે તેવી આગાહી કરવામાં અવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 3થી 5 ઓગસ્ટ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસમાં પશ્ચિમી દરિયાઇ ભેજયુકત પવનો સ્ટ્રોંગ થાય તેવી સંભાવના છે. જેના કારણે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય કેટલક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ થઇ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ રાજસ્થાન અને તેની આસપાસ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે સોમવારે અરવલ્લી,મહીસાગર, મગળવારે સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. જયારે બુધવારે નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, ભરૃચ, સુરત, ડાંગ,તાપી,અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદમાં હળવાથી મધ્યમ જ્યારે આગામી ૬-૭ ઓગસ્ટના ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી વરસાદે મોટા ભાગના જિલ્લાઓમાંવિરામ લીધો છે જયારે ગુજરાતમાં હજુ સુધી 13.81 ઈંચ વરસાદ સાથે મોસમનો સરેરાશ 42.23% વરસાદ થયો છે. જેમાં થયેલા વરસાદ અનુસાર જૂનમાં 4.81 ઈંચ જ્યારે જુલાઇમાં 9 ઈંચ વરસાદ થયો છે.

અંબાલાલની આગાહી

ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. જો કે તેઓ જે આગાહી કરે છે તે મોટા ભાગે સાચી સાબિત થાય છે. હવે ફરીએકવાર વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અરબી સમુદ્રની સિસ્ટમ તેમજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે ઓગસ્ટની શરૂઆતમાં ભારેથી વરસાદ થાય તેવી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ તા.૪થી ૮માં વરસાદી વહન જોવા મળે તેવી સમભાવના છે. જયારે ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થાય તેવી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદ ની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના દરિયાકિનારના ભાગોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, હારીજ, બેચરાજી તેમજ માંડલ-પાટડીના ભાગો, વિરમગામ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, ચોટીલાના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થાય તેવી આગાહી કરી છે.

1 Comment

Leave A Reply