ચુંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો, ઓલ ઇન્ડીયા પ્રોફેશનલ કોંગ્રેસ ગુજરાતના પ્રમુખનું રાજીનામું, જાણો શું છે નારાજગી…

0

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઈ કાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં અબડાસાથી ડો. શાંતિલાલ મેઘજી ભાઈ સંઘાણી,મોરબીથી જયંતીભાઈ જયરાજભાઈ પટેલ,ધારીથી સુરેશ એમ. કોટડીયા,ગઢડાથી મોહનભાઈ એસ. સોલંકી અને કરજણથી કિરીટસિંહ જાડેજા ને ટીકીટ આપવામાં આવી છે. પેટાચુંટણીથી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલાં જ પ્રદેશ કોંગ્રેસના પ્રોફેશનલ પ્રમુખ પદેથી કૈલાશદાન ગઢવીએ રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ અને રાજીવ સાતવને રાજીનામું મોકલ્યું છે. પાર્ટીના તમામ હોદ્દા પરથી કૈલાશદાન ગઢવીએ રાજીનામું આપી દીધું છે.

પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપતા તેઓ નારાજ થયાનું સામે આવ્યું છે. અબડાસામાં શાંતિલાલ સંઘાણીને ટિકિટ આપતા તેઓએ વિરોધ નોંધાવ્યો અને રાજીનામું આપ્યું છે. તમને જણાવીએ કે તેઓ ઓલ ઇન્ડીયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ હતાં. તેમનું કહેવું છે કે, પાર્ટીમાં પક્ષવિરોધી કામ કરનારને ટિકિટ મળે છે અને ઇમાનદારીથી કામ કરનારની અવગણના થાય છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા કૈલાશદાન ગઢવી પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપતા નારાજ થયાનું સામે આવ્યું છે પરંતુ આ સંદર્ભે તેમણે કોઈનું નામ લીધું નથી. જેને કારણે કોંગ્રેસ માટે આ ચુંટણી ટાણે મળેલ ઝટકા સમાન છે. જો કે કૈલાશદાન ભાજપમાં જોડાયા કે નહી તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Leave A Reply