ગુજરાતના આ વિસ્તારમાં ફાટ્યું આભ ,5 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ….

1

ગુજરાતમાં ભાદરવામાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.હવામાન વિભાગે ગુજરાતમાં કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ થયો છે. 

ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ગીર અને સોમનાથમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 5 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ થયો હતો જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની તાંડવ જોવા મળ્યું હતું. એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

સાબરકાંઠામાં પણ ભાદરવામાં સબ્લેદાર વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના અને હિંમતનગર તાલુકામાં સાંજે ભારે વરસાદ થયો હતો.

બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અને કાલે બપોરે 4 વાગ્યાથી જ વરસાદનું આગમન થઈ ગયું હતું અને ધીમે ધારે લબાસમય સુધી વરસાદ થયો હતો.

ગુજરાતના સુત્રાપાડાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ખેરા, પ્રાસલી, ભુવા ટુંબી, વાસાવડ સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ થયો હતો.છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતુ અને દાહોદ જિલ્લાના ઝાલોદ, લીમડીમાં અને બીજા નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની તાંડવ જોવા મળ્યું હતું. એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અને કાલે બપોરે 4 વાગ્યાથી જ વરસાદનું આગમન થઈ ગયું હતું

1 Comment

Leave A Reply