રિદ્ધિમાન સાહાની ધમાકેદાર બેટિંગ જોઈ પત્ની ચોંકી ગઈ, પત્નીએ કહી દીધું એવું કે…

0

આઈપીએલ 2020: સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રીદ્ધિમાન સાહાનો કમાલ જોવા મળ્યો હતો.તેની શાનદાર બેટિંગથી હૈદરાબાદએ દિલ્હી કેપિટલ ને 88 રનથી હરાવી હતી.જ્યારે રીદ્ધિમાન સાહાએ 45 બોલમાં 87 રન બનાવ્યા હતા ત્યારે.

સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સહિત ઘણા ક્રિકેટરો દ્વારા તેની ક્રિકેટ ઇનિંગની પ્રશંસા કરવામાં આવી છે.તેની ઇનિંગ જોઈને ક્રિકેટના રસીલો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાહાની પત્ની રોમી મિત્રાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી પોસ્ટ કરી હતી.

વૃદ્ધિમાન સાહાની ઇનિંગ્સ જોઈને તેની પત્ની રોમી મિત્રાએ ઈન્સ્ટાગ્રામ પર સાહાની ઇનિંગ્સની તસવીર ની પોસ્ટ શેર કરતા લખ્યું કે,રીદ્ધિમાન તમને એક પ્રશ્ન પૂછવો છે કે આજે બપોરે ભોજનમાં તમે શું ખાધું હતું.પોસ્ટ ઉપરાંત રોમીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી રમૂજી મેમ્સ પણ શેર કરી હતી.

વૃદ્ધિમાન સાહાને વન ડે અને ટી 20 થી વધુ ટેસ્ટ મેચમાં તક મળી છે. પણ તેને કહયું કે સાહાએ ધમાકેદાર પારી રમીને તે સાબિત કર્યું કે તે ટી -20 માં તેમજ વનડેમાં પણ મોટી પારી રમી શકે છે. આના પર, એક મેમ વાયરલ થયો જેણી રોમીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

સનરાઇઝર્સે બે વિકેટે 219 રન બનાવ્યા હતા, જેમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણયન લીધો હતો. તેનો જન્મદિવસ શાનદાર વિજય સાથે ઉજવનાર ડેવિડ વોર્નરે 34 બોલમાં 66 રન અને સાહાએ 45 બોલમાં 87 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં દિલ્હીનો કોઈ પણ બેટ્સમેન સનરાઇઝર્સની બોલિંગ સામે ટકી શક્યો નહીં. આખી ટીમ 19 ઓવરમાં 131 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.રાશિદે ચાર ઓવરમાં માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે સંદીપ શર્માને બે વિકેટ મળી હતી.

પહેલી ઓવરના ત્રીજા બોલ પર દિલ્હીને સૌથી મોટો આંચકો મળ્યો હતો જ્યારે ઇન-ફોર્મમાં રહેલા શિખર ધવન ખાતુ ખોલાવ્યા વગર સંદીપ નીં ઓવરમા વોર્નરને કેચ આપી દીધો હતો. બીજી ઓવરમાં નદિમે માર્કસ સ્ટોઇનિસ આઉટ કર્યો હતો. અને દિલ્હીને ખરાબ શરૂવાત થઇ હતી.

Leave A Reply