રનમશીન કહેવાતા કિંગ કોહલી નો આજે છે જન્મદિવસ, જાણો ક્યાં ઉજવણી કરી રહ્યો છે વિરાટ કોહલી….

0

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં સામેલ છે આજે તેઓ 32 વર્ષના થયા એટલે કે 5 નવેમ્બરના રોજ કોહલીનો જન્મદિવસ છે. કોહલી આ વખતે યુએઈમાં છે. જ્યાં તેમની ટીમ RCB 6 નવેમ્બરે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમશે.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988 ના રોજ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. વિરાટ મૂળ મધ્યપ્રદેશના કટનીના રહેવાસી છે. કોહલીનો મધ્ય પ્રદેશ સાથે ગાઢ સંબંધ હતો. ભાગલા વખતે વિરાટના દાદા કટની આવ્યા હતા. પરંતુ વિરાટના પિતા પ્રેમ કોહલી પરિવાર સાથે દિલ્હી ચાલ્યા ગયા હતા.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની અંડર -19 ટીમે 2008 માં વર્લ્ડ કપ જીત્યો હતો.વર્ષ 2016થી લઈ 2017 વચ્ચે 4 ટેસ્ટ સીરીઝ દરમિયાન વિરાટ કોહલીએ આ નામનાઓ મેળવી હતી. તેની પહેલા સર ડોન બ્રેડમેન(1930-32) અને રાહુલ દ્રવિડએ 2003-04 આ પરાક્રમ કર્યું હતું. વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે. કોહલીએ અત્યાર સુધી 7 વખત બેવડી સદી ફટકારી છે. જોકે વનડેમાં અત્યાર સુધી કોહલીએ બેવડી સદી ફટકારી નથી. ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી સર ડોન બ્રેડમેને 12 વખત ફટકારી છે.

આ ઉપરાંત, કોહલીએ એકમાત્ર એવો કેપ્ટન છે જેણે વન ડે ક્રિકેટમાં એક વર્ષમાં 6 સદી ફટકારી છે. કોહલીએ વર્ષ 2017માં 6 સદી ફટકારી હતી. જ્યારે એક ખેલાડી તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે 1998માં 9 સદી ફટકારી હતી. આ સિવાય વન ડેમાં(ODI)સૌથી ઝડપી 8000, 9000, 10000 અને 11000 રન બનાવનાર કોહલી એકમાત્ર બેટ્સમેન છે. કોહલીએ 175 ઇનિંગ્સમાં 8000 રન, 194 ઇનિંગ્સમાં 9000 રન, 205 ઇનિંગ્સમાં 10,000 રન અને 222 ઇનિંગ્સમાં 11,000 રન પૂરા કર્યા છે.

Leave A Reply